Marknadens största urval
Snabb leverans

Böcker av Narendra Trivedi

Filter
Filter
Sortera efterSortera Populära
  • av Narendra Trivedi
    726,-

    આ રહસ્ય કથામાં વૈજ્ઞાનિક અભિગમ છે. નામ પ્રમાણે "દૃશ્ય-અદૃશ્ય" સાથે જોડાયેલ છે,પણ અહીં પારસમણિ કે જાદુઈ ચિરાગથી અદૃશ્ય થવાની વાત નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો,શોધનો અભિગમ છે. પ્રેમકથા પણ છે,દેશપ્રેમ પણ છે. સતનો અસત પર વિજય પણ છે. સદાય પડકાર ઝીલી લેવાની ઝીંદાદીલીથી સભર, ભારતના શાતિર જાસૂસોને પણ ગૌરવ પ્રદાન કરેલ છે. રહસ્યકથામાં પહેલાં પ્રકરણથી જિજ્ઞાસા ઉદ્દભવે છે અને પ્રકરણ પૂરું થયે,હવે પછીનું પ્રકરણ વાંચવાની ઇન્તેજારી રહે છે. ગોપિત રહસ્યના તાણાવાણા સાથે સનસનાટીનું પોત વણાતું જાય છે.એક જિજ્ઞાસા પુરી થાય ત્યાં 'હવે શું ?'ની નવી ચટપટી જગાવે છે. આ લઘુનવલ સ્ટૅટ બૅન્કના પેન્શનર્સ પરિવારના વહાટ્સપ પ્લેટફોર્મ, ડિજિટલ દૈનિક સામાયિક'વિસ્મય'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ, જે ફેસબુક થકી વિશ્વના સમગ્ર સાહિત્ય જગત માટે ઉપલબ્ધ બની રહી. એ સમયના વાંચકો,ભાવકોમાં'દૃશ્ય-અદૃશ્ય'એ સારી એવી ઉત્સુકતા જગાડેલી, જે એના પ્રતિભાવોથી, એની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

  • av Narendra Trivedi
    830,-

    નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. 'કારગિલ' વાર્તા દેશપ્રેમને દર્શાવે છે. તો પરિવર્તન વાર્તા સમાજની આરસી સમાન છે. તેમાં ઘડેલાં પાત્રો એક આગવી ઓળખ ઊભી કરે છે. વ્યક્તિલક્ષી વાર્તાઓમાં પાત્રોનું ચરિત્ર ઘડતર પ્રસ્તુત કરતી વાર્તાઓ જેવી કે બુધો, ભીખો જેવાં કિરદારો ઉલ્લેખનીય છે. દાદીમા, ઋણની ચૂકવણી જેવી વાર્તાઓ આજના સમયમાં દીવાદાંડી સમાન છે.

  • av Narendra Trivedi
    366,-

    રહસ્યની સમીપે નવલિકા નરેન્દ્ર ત્રિવેદી દ્વારા લખવામાં આવી છે. જેની અંદર કુલ 12 કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. દરેક કથાની અંદર એકથી એક જાસુસ અને શૌર્યતાની કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના રહસ્યોને ઉજાગર કરવાનું કામ અને રહસ્યો ઉપરથી ઉઠતો પડદો નવલિકાને વધુ રસપ્રદ બનાવે છે.

  • av Narendra Trivedi
    510,-

    રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે "પ્લેન હાઈજેકિંગ". રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમશે.પહેલા પ્રકરણથી સાવ સામાન્ય ઘટનાથી શરુ થતી નવલકથા અચાનક એક પછી એક રહસ્ય મૂકી વાચકોની ઇન્તેજારી વધારી દે છે. ધીમે ધીમે રહસ્યની જાળ ગૂંથાતી જાય અને પછી ઉકેલાતી જાય, પાછી કરોળીયાની જેમ જાળ બનાવે, પાછું એમ લાગે કે હવે તો રહસ્ય ઉકલી ગયું ત્યાં પાછી ગુંચ પડી જાય અને છેલ્લે બધું દીવા જેવું ચોખ્ખું ચટ થઈને રહસ્ય ઉકલી જાય.

Gör som tusentals andra bokälskare

Prenumerera på vårt nyhetsbrev för att få fantastiska erbjudanden och inspiration för din nästa läsning.