Om સાગર સમીપે સચી
નવલકથાની શરૂઆત અંકલેશ્વર પીરામણ નાકા સ્થિત અગ્રવાલ ફૂડઝોનના કેશ કાઉન્ટરથી થઈ. ખાદ્ય સામગ્રીની ખરીદી કરી બિલ ચૂકવવા બે અલગ અલગ લાઈન બનાવામાં આવી હતી. એક લાઈનમાં નાયક તેની આજુબાજુની પરીસ્થિતિ અને ત્યાં હાજર રહેલાં લોકોનું નિરીક્ષણ કરતો ઊભો હતો જ્યારે નાયિકા, તેની બાજુ (નાયકની બાજુની) લાઈનમાં ઊભી હતી. તેણીએ ઓઢણી વડે ચહેરાને ઢાંકપિછોળો કરી હાથમાં રહેલ કિચન વડે રમત રમતી નજરે પડે છે. એક પછી એક વ્યક્તિઓ પોતાનું બિલ ચૂકવી બહાર નીકળી રહ્યાં હતાં. ત્યાં અચાનક નાયિકાના હાથમાંથી કિચન તૂટીને ક્યાંક માલસામાન વચ્ચે પડ્યું, ઘણાં પ્રયત્ન પછી પણ મળ્યું નહિ. આ હકીકત કથાનું મૂળ ઉદ્દગમ સ્થાન છે. બસ ત્યાંથી આખી કથાને ઓપ મળ્યો અને એક પછી એક પ્રસંગો સાથે કથા તેના અંત તરફ આગળ વધતી ગઈ. જેમ દરેક કથાનો ચોક્કસ અંત હોય છે, પરંતુ દરેક અંત નવી શરૂઆત લઈને જ આવે છે.સાધારણ સંજોગ વારેવારે મળતા હોય છે પરંતુ અસાધારણ સંજોગો ક્યારેક જ મળે છે. (મારુ માનવું છે કે વિશ્વમાં જે કંઈપણ સર્જનાત્મકતા, કલાત્મકતા, સ્થાપત્ય અને સાહિત્ય જોવા મળે છે એ સર્વની પાછળ અસાધારણ સંજોગો જ રહ્યાં હશે) આ અસાધારણ સંજોગોએ જ એક પછી એક નાયક અને નાયિકને સાથે લાવવાનું અને સાથે રાખવાનું કામ કર્યું છે. અંકલેશ્વર સ્થિત અગ્રવાલ ફૂડઝોનથી શરૂ થયેલી એક તરફી આકસ્મિક મુલાકાત વડોદરા સ્થિત કંપની સુધી પહોંચી ગઈ. તેમની મુકલાતનું સીંચન કરવાનું મુખ્ય કાર્ય મિસિસ થોમ્પસન દ્વારા કરવામાં આવ્યું છે.
Visa mer