Om અતૂટ પ્રેમબંધન
પ્રેમ ! પ્રેમની ક્યાંય અભિવ્યક્ત ન હોય. પ્રેમ તો હરક્ષણ અભિવ્યક્ત થતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. તમે પાસ છો કે દૂર કોઈ ફરક પડતો નથી. જો પ્રેમ સાચો હોય તો તેનું રૂપ બદલતો નથી. જો પ્રેમ સાચો હોય તો ક્યારેય મરતો નથી.તે હંમેશાં એકબીજાના દિલમાં અમર બનતો હોય છે. આવો અમરપ્રેમ જો કોઈ વ્યકિત કરતું હોય તો આવું વ્યકિત ભાગ્યે જ મળતું હોય છે. ઘણા એકબીજાને મેળવીને પણ પ્રેમ તત્ત્વ માટે તરસતા હોય છે અને ઘણા દૂર રહીને પણ પ્રેમ તત્ત્વથી ભરપૂર હોય છે. આ નવલકથામાં ચાંદ અને રૂપના પ્રેમના અતૂટબંધનની વાત કરવામાં આવી છે. આ નવલકથા વાંચતા તમે એક નવી જ દુનિયામાં સફર કરશો. આ નવલકથામાં તમને આનંદ, શોક, હાસ્ય, કરુણા, દુઃખ જેવાં રસો માણવાના મળશે. આ નવલકથા તમને એક નવો જ રોમાન્ચ આપશે. એક વખત વાંચવા બેઠા પછી તમને એને છોડવાનું મન નહીં થાય એની હું ખાતરી આપું છું. પ્રેમ દુનિયામાં અલૌકિક તત્ત્વ છે જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે. આવા જ પ્રેમનો તમે અનુભવ આ નવલકથામાં કરવાના છો.નવલકથાના પાત્રો આવા અતૂટ બંધનથી જોડાયેલા છે જે તમને વાંચતા એનો અનુભવ કરશો. તો પ્રેમની અલૌકિક દુનિયામાં ખોવાઈ જવા તૈયાર થઈ જાઓ ' અતૂટ પ્રેમબંધન.
Visa mer