Om શિવશક્તિ
આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલન કરવામાં આવે છે. શિવ અને સતીનાં લગ્ન, ત્યારબાદ સતીનાં શરીરના એકાવન ટુકડા ને એમાંથી એકાવન શક્તિપીઠનું સર્જન થયું. ત્યારબાદ પાર્વતી માતાનો જન્મ અને ફરી શિવ પાર્વતીનું મિલન ! પણ આપ જાણો છો મિત્રો કે માતા સતી અને માતા પાર્વતી હતાં કોણ ? તો દોસ્તો એ અન્ય કોઈ નહિ પણ માતા આદ્યશક્તિનાં રૂપ હતાં. શિવ સતીની પ્રેમ કહાનીથી પણ ઉપર એક પ્રેમગાથા છે અને એ છે શિવ શક્તિની પ્રેમગાથા ! જી હા મિત્રો મારી આ નોવેલમાં આપ શિવ શક્તિના પ્રેમથી વાસ્તવિક થશો. આ છે દુનિયાની સૌથી પહેલી પ્રેમગાથા શિવશક્તિ - અઘોર પ્રકૃતિનું મિલન...
Visa mer