Om શબ્દે મઢી સંવેદના
વિશાખા ભટ્ટની અનેકવિધ ભાવ રજૂ કરતી કવિતાઓમાં -વૃદ્ધત્વની લાચારી, પાનખરનાં પર્ણ, દીપ, છુપાવ્યું છે -જેવાં કાવ્યોમાં વ્યથાનો ચિતાર છે. ક્યાંક એકલતાની લાચારીથી ત્રસ્ત મનની વાત કરે છે તો પાનખરનાં પર્ણ કાવ્યમાં વીતી ગયેલી વસંતનો ઉલ્લેખ છે.દીપ કાવ્યમાં કહે છે, 'દીપ છું ખુદ જલીને ફેલાવું છું ઉજાસ, પણ મારી આશનું શું?'જોકે, વિશાખા ભટ્ટના કાવ્યોમાં માત્ર વ્યથા કે ફરિયાદ જ છે એવું નથી, સાથે પડકાર પણ છે...'અફસોસ' કાવ્યમાં કહે છે કે, દુઃખ અને દર્દને પણ ના રહે અવકાશઅફસોસને પણ થાય અફસોસએવું કાંઈક કરીને શેષ જીવન મસ્તીથી જીવવું છે.મસ્તીથી જીવન જીવવાનું મન ત્યારે જ થાય જ્યારે કોઈક એવું મળી જાય જેથી ખુશીઓ બમણી થઈ જાય. જ્યારથી મળ્યા છો તમે' કાવ્યમાં મહોરી ઊઠેલી જિંદગીની વાત કરી છે.
Visa mer